સોગઠી
સોગઠી


છે સોગઠી રમતમાં, તો સીધી ચલાવ્યા કરો
આડાઅવળા ચાલશો, તો ફનાહ થઈ જશો,
હર મનમાં છે તનાવ, એની સાથે લડ્યા કરો
જીતવી હોય આ રમત, પ્રભુચરણે નમ્યા કરો,
મુશ્કેલ આ ઘડીમાં, સંવેદના ધડકતી રાખો
સ્વજનો ના સથવારે, સોગઠી રમતી રાખો,
જીવન ખેલ શતરંજનો, ચાલ એની સમજો
હારો ભલે એકવાર, બાજી ફરી માંંડતા શીખો,
જિંદગી ખેલ ચૌપાટનો, ઈશ્વર ચલાવે એ ચાલો
પાસા ભલે પાડીએ આપણે, પણ પ્રભુ પાડે દાણો,
સોગઠી બધા પોત પોતાની સાચવીને ચાલે,
મૃદુલ મનની સોગઠી પણ પ્રભુ કૃપા એ ચાલે,
રામ જેનો છે રખેવાળ એને કોઈ ન મારે,
જેની બાજી પ્રભુશરણે, સોગઠી એની રમતી રાખે,