STORYMIRROR

Khyati Anjaria

Drama

4  

Khyati Anjaria

Drama

સોબત

સોબત

1 min
258

ફરવા નીકળ્યું દુનિયામાં અને મન ક્યાંક અટવાઈ ગયું,

મેળો જામ્યો અહીં માણસનો, ગુચવાઈ ગયું ગભરાઈ ગયું.


માણસ મળતો માણસને, ભીડ જામતી ગજબની,

અલકમલકની વાતો થાતી, ચમકે આંખો ગજબની.


પળવારમાં છુટા પડ્યા સૌ, સુનકાર છવાઈ ગયો,

ભીડભાડથી ખચોખચ મેળો, ક્ષણવારમાં વીખરાઈ ગયો.


એકલું અટુલું મન પડ્યું ને હૈયાની યાદ આવી,

અલકમલકની વાતો કરતા, સુખની પળો વિતાવી.


હૈયું ને મન છે એકમેકના પૂરક, સાચું હવે સમજાઈ ગયું,

ખુદની સોબત છે અલગારી, મનડું એ ગીત ગાઈ રહ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama