સો સો સલામ
સો સો સલામ
તારી મહોબ્બત તારી દિવાનગીને સો સો સલામ,
મહેકતા મારાં ગજરાનાં મોગરાને સો સો સલામ.!
હોય રઢિયાળી રાતને એમાં રાતરાણીની સુવાસ,
સજેલી હું, આંખોનાં તારા નિખારને સો સો સલામ.!
ઊંઘમાં તારા ખ્વાબ અને જાગતાં તારા જ ખયાલ,
લબોં પરની આ તારી મુસ્કુરાહટને સો સો સલામ.!
સાથે ના હોવું ને છતાં પણ સાથે હોવાનો અહેસાસ,
રુહાની તારા એ બેમિસાલ સાથને સો સો સલામ.!
ખ્વાહિશ છે એટલી કે તું હરપળ સાથે જ હોય,
મહેસૂસ થતી તારી હળવી કસકને સો સો સલામ.!