Jaya dave

Drama Others

3  

Jaya dave

Drama Others

સંવેદના

સંવેદના

1 min
11.9K


અંધારાને ઉલેચી, ઉલેચી, 

લાવ, પ્રકાશ ને ભરું. 

આવી મથામણ હું કર્યા કરું. 


લીલા ખેતર મૂકી રણમાં ચરું. 

ભલે, ને ભૂખે મરું. 

હવા ને, આલિંગન આપી પોતાની કરું. 

ફોરમ ને, ફ્રેમ માં જડી તસવીર ભરું. 

આવી મથામણ હું કર્યા કરું. 


ચાલ, એક સ્વપ્ન સાકાર કરું. 

ખાલી,ખાલી, નદી માં તરું. 

પડેલી છાયા ને પકડી પાડું. 

તે આગળ હું- પાછળ, પાછળ, 

પામર બની પીછો કર્યા કરું. 

આવી મથામણ હું કર્યા કરું. 


મૃત શરીર પર સમયનુંં ચક્ર ફરતું. 

જીવન ક્રમશઃ એમ ચાલ્યા કરતું.

નિરાકાર કોઈ, દૂર મરક-મરક હસતું. 

ટાણું આવે ને એમ જ પાછુ ફરતું. 

પીછો કરી, પલ ને પકડ્યા કરું. 

આવી મથામણ હું કર્યા કરું.


બનાવું પાપણ પર અશ્ક નાં તોરણ.

ફેશન ન માનો એને, 

એ છે, "સંવેદના"નું ડોલર. 

એકલતાનાં ઢગલાં પર ભાંગી પડું. 

ને ભૂમિ પર 'ડોલર' કર્યા કરું. 

આવી મથામણ હું કર્યા કરું.


અહેસાસ ને આકાર આપું. 

આની છાપા માં જાહેરાત છાપું.

એવો રેકોર્ડ હું તોડ્યા કરું.

અંધારાને ઉલેચી,ઉલેચી, 

લાવ, પ્રકાશ ને ભરું.

આવી મથામણ હું કર્યા કરું.

✍️ જાની.જયા.તળાજા "જીયા"


Rate this content
Log in