STORYMIRROR

Sejal Ahir

Inspirational

4  

Sejal Ahir

Inspirational

સંસ્કૃતિ

સંસ્કૃતિ

1 min
408

વહેલી પરોઢે પ્રભાતિયાંના સુર સંભળાય

પંખીઓના કલરવનો ગુંજ ગુંજ લહેકાય


સોરઠ ધરાની સંસ્કૃતિના અનેરા દર્શન થાય,

સાતમ,આઠમ પરબે દીકરીઓને તેડાવાય


મહેમાનના આવકારે લાપસીના આંધણ મુકાય,

પારકાંના દુઃખમાં પોતે ભાગીદાર બનીને જાય


ભારતીય સંસ્કૃતિના ગુણ વિશ્વમાં મોખરે,

નાતજાતના ભેદભાવ વગર પ્રજા વસે છે


વેર ઝેરને ભૂલી અડીખમ બનીને ઉભો રહે સદાય,

પ્રેમભાવ રાખીને હૈયે ભાઈચારાની લાગણી બંધાય


આંગણે આવનારને સૌ કોઈને મીઠો આવકારો દેવાય,

સગાં દિકરાના બલિદાન આપે એ આહીરાણી કહેવાય


ન ધર્મ ન જાતિને જોયા વગર આશરો આપે એ સંસ્કૃતિ,

મોભો,મલાજો જાળવી ચાલે નારીની સંસ્કૃતિ જળવાય


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational