સંપથી રહીએ
સંપથી રહીએ
એક બીજાને હાથ આપીને એકબીજાનો હાથ પકડીએ,
ચલો સૌ એક થઈને સંપથી રહીએ.
એકલી લાકડીને સૌ શકે છે તોડી, પણ લાકડીનો ભારો કોણ શક્યું છે તોડી તે હવે સમજી લઈએ.
એક મધમાખી ને તમેે પડશો ભારી, પણ મધમાખીઓના ઝુંડ સામે ટકી શકશો એક ઘડી તે હવેે જાણી લઈએ.
બાળપણમાં સંપ ત્યાં જંપની વાર્તા બહુુ સાંભળી,
ચાલો હવે તેને જીવનમાં પણ ઉતારી લઈએ.
જીવન કેરા સફરમાં મળે સાથ જો બધાનો,
તો આપણે પણ સાથ બધાને આપી દઈએ.
