સંપર્ક
સંપર્ક


છે તેઓ વિક્રમ લેન્ડર જેવા,
છે મારાજ પણ સંપર્ક રહ્યો નથી,
હું ઓરબીટર જેવો, ફર્યા કરું એમની રેન્જમાં,
પણ જવાબ મળતો નથી,
તસ્વીરો તો ઘણી પાડી,
પણ સંપર્ક જેવો સંતોષ નથી,
એ છે કે અકબંધ છે, પણ આડા પડ્યા છે,
સંપર્ક કરવો નથી કે કરી શકતા નથી.
ઈસરો તો નાસાની મદદ પણ લઈ શકે,
પણ મારે હવે કોઈને કહેવું નથી,
દૂર ક્યાંક કોઈ પાસે એ પડ્યા છે એની દુનીયામાં,
શુ મારા છે એ 'નિપુર્ણ' એવો,
સંતોષ પણ હવે લેવાનો નથી ?