સન્નાટો
સન્નાટો
સાવ અજાણી વાટે સૌ ચાલ્યા જાય છે,
અવાજ ના સાંભળે એટલે દૂર ચાલ્યા જાય છે.
એવુ તો કેવુ નગર છે એ કોને ખબર ?
સવાલોની વણજાર મુકીને, સૌ ચાલ્યા જાય છે.
એક સન્નાટો ગુંજતો રહે છે બસ હવે તો,
સરનામું પણ નથી એવી જગ્યાએ સૌ ચાલ્યા જાય છે.
જીવનભરની એકલતા આપી ચાલ્યા જાય છે,
રણ જેવો નિરવ સન્નાટો મુકીને સૌ ચાલ્યા જાય છે.
બહુ કર્યા કાલાવ્હાલા આ ઘાવ કેમ ભરાશે ?
મોહમાયા ત્યજીને ભાવના સૌ ચાલ્યા જાય છે.
