સ્નેહનો સરવાળો
સ્નેહનો સરવાળો
સ્નેહના સંબંધનો માંડ્યો મે સરવાળો,
ક્યાંક કશુંક સમજાણું તો ક્યાંક થયો ગૂચવાળો,
કે ઉમેરાતી ગઈ
પ્રીત એમાં તમારી,
આંકડો વધતો ગયો,
થોડી લાગણી મે પણ જતાવી,
હા,ડોકિયું કરતી હતી નારાજગીની થોડી ક્ષણો,
બાદ કરી એને વિશ્વાસથી
દાખલો મે આગળ વધાર્યો,
સ્નેહના સંબંધનો માંડ્યો મે સરવાળો...
કે થોડી ભૂલો તમે સુધારી,
ખોટી જીદ
મે મારી ઘટાડી,
વાત માની તમારી,
થોડી કાળજી રાખી,
લગભગ સાચો જ પડ્યો સ્નેહનો સરવાળો,
સમર્પણ ઉમેરી ને મે મેળવી લીધો તાળો,
નિ:સ્વાર્થ કોઈ પ્રીતમાં નથી હોતો ગૂચવાળો,
હા, એ જ તો સમજાવે છે, મારો “મુરલીવાળો”,
સ્નેહના સંબધનો માંડ્યો મે સરવાળો.....