સ્નેહમિલન
સ્નેહમિલન
આપણો સ્નેહ, કોઈ મિલનનો મોહતાજ નથી,
મળીએ તો મોજ, ન મળીએ તો કોઈ છોછ નથી,
પૂછ તું દિલને, કે મળવું જ છે? તો વિચારવું કઈ નથી,
સંજોગોની દિવાલમાં રોકી શકે એવું કાંઈ જોર નથી,
હોય ઢળતી બપોરે કે સમી સાંજ કેમ નથી,
પરોઢીયુ શમણું, કે પળો કોઈ વ્યસ્ત કેમ નથી,
સમય પણ તારો ને અનુકૂળતા પણ તારી,
નિપુર્ણ ને, તું મળે એનાથી બીજું કઈ રૂડું પણ નથી.