STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

સંદેશો

સંદેશો

1 min
27.7K


પૂર્વે રેતમાં કરાંગુલિથી લખાયો હશે સંદેશો,

આપ્તજનનો જાણીને વંચાયો હશે સંદેશો,


સમય વીતતાં વિહંગપીંછ મેશમાં બોળીને,

કોઈ તરુપલ્લવે કદી આકારાયો હશે સંદેશો,


વખતની વાટે ભોજપત્ર આવ્યાં હશે વળી,

દાડમની કલમ થકી એમાં વસ્યો હશે સંદેશો,


ઉત્ક્રાંતિ કલમની બરુનાં છોડે આવી અટકી,

કલમ કિતોને શાહીએ સજાવ્યો હશે સંદેશો,


ગ્રેફાઈટની શોધ પેન્સિલની જન્મદાતા બની,

કાગળમાં કાળા અક્ષરે મલકાયો હશે સંદેશો,


પેન બોલપેનને નિતનવી આવી એની વકલો,

સુગંધી શાહીસંગે કાગળે હરખાયો હશે સંદેશો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama