STORYMIRROR

Chaitanya Joshi

Romance

3  

Chaitanya Joshi

Romance

સંદેશો તારો.

સંદેશો તારો.

1 min
14.3K


મન મયૂરને ટહૂકાવે સંદેશો તારો,

નૂતન આશને પ્રગટાવે સંદેશો તારો.

અતીત સ્મૃતિઓ પુનરાવર્તિત થતી,

અંગે અંગને પુલકાવે સંદેશો તારો.

પૂરતો પ્રાણવાયુ જાણે કે મનમંદિરે,

ખુદ અનંગને શરમાવે સંદેશો તારો.

થતી સન્મુખ ખડી છબી મનમોહક, 

નૈન અશ્રુથકી ઉભરાવે સંદેશો તારો.

અનુબંધ સંબંધનો પ્રબંધ થતો કેવો!

ઉપેક્ષા અપેક્ષામાં પલટાવે સંદેશો તારો.

અર્પે તાજગી તન-મનની અનુકૂળ થૈ,

કેટકેટલું રખેને સ્ફુરાવે સંદેશો તારો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance