સંબંધોની શેરી
સંબંધોની શેરી
સંબંધોની આ માયાજાળ એવી કેવી,
પીસાઈ જાય છતાંય ના હોય લેવી દેવી,
એવો કેવો છે માયા કેળો મોહ મનનો,
મેલી દુનિયા છતાંય મૂંઝાય મનની મેડી,
આ દુનિયાના રંગો છે માણો કે ના માણો,
સહેવી પડશે ધૂતકાર કાયમ એરી કે બેરી.
