Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Tragedy

3  

BINAL PATEL

Tragedy

સનાતન સત્ય

સનાતન સત્ય

1 min
581


વાત-વાતમાં ફેર હોય છે દોસ્ત,

જીવનના ચક્રમાં જન્મ-મરણના ખેલ હોય છે,

સલાહ મફતમાં વહેંચે, રોક-ટોકમાં જીવન વિતાવે,

 દુનિયાની પંચાતમાં જ લોકોને રસ હોય છે,


 ધાર્યું ધણીનું થાય એ વાત એમને ક્યાં ખબર હોય છે!

 ખૂદ પર નાઝ ને દુનિયા પર દાઝ રાખનાર,

 કાળા માથાના મૂર્ખ માનવીને,

 સમયના ચક્રની ક્યાં બીક હોય છે!


 'કર્મ'થી મોટી કોઈ વાત નથી ને 'સત્ય'થી મોટું કોઈ નામ નથી,

 'જેવું કરો એવું ભરો' નિયમમાં જબરજસ્ત તાકાત હોય છે.

 શાનમાં સમજી જાય એનું જ અહીંયા કામ છે,

 બાકી, સમયની સોટી ને ક્યાં કોઈ વિરામ હોય છે!


Rate this content
Log in