સમય
સમય


સમયની વાત કરવાનો આજ આવ્યો છે વખત
રોકી શકો વહેણ નદીના પણ કાળ છે બહુ સખત
સમો રોક્યો રોકાય ના, તે ચાલે સતત અવિરત
નિરંતર એક ગતિમાં લયબદ્ધ પ્રતિબદ્ધ કુદરત
વેળા કંડારતું વર્તમાન ભૂત ભવિષ્ય ને અતિત
માપ નિશ્ચિત રાખતું કે ટાણું કેટલું થયું વ્યતિત
સમય ભેદ નથી રાખતો ઉચ્ચ નીચ કે રાજા રંક
અટકે નહીં સમય ક્યારેય ઘડિયાળ બતાવે અંક
સમય સ્થિતપ્રજ્ઞ છે, નથી પોતે સારો કે નરસો
ઉપયોગ કેમ કરો તે જ નક્કી કરે તમારા વરસો
જિંદગીનું ભાવિ ઘડાય સમયનો કર્યે સદુપયોગ
કઇંક જિંદગી થઇ બરબાદ કર્યે એનો દુરુપયોગ
સમય સમય બલવાન હૈ જી નહિં પુરુષ બલવાન
કાબે અર્જુન લુંટ્યો થા તો વહી ધનુષ વહી બાણ
સમય છે એકમ ઘટનાક્રમ લંબાઈ માપવા તણું
ગતિ ને વેગ પ્રવેગ માપવા બને સમય તાંતણું
સમયની વાત કરવાનો આજ આવ્યો છે વખત
અસ્તિત્વની અનિશ્ચિત સતત પ્રગતિ તે લખત.