સમય
સમય
ના તારો છે ના મારો છે,
ને તો પણ એ સૌનો છે.
આજની ક્ષણ ને માણો
તો એ કાલને આવતી કાલ પણ
રોજ નવું નવું ચીતરે
રોજ નવું નવું યોજે,
ને સજે એક જાજરમાન
અલગ જ અનેરો ઇતિહાસ,
યુગો ના વાયરા વહી જાય
કંઈ કેટલી કહાનીઓ સર્જાય,
એ તો ચાલ્યા કરે
નિર્મળ સતત અવિરત,
સદા સર્જાતું નિત નવું
અનોખું પરિવર્તન,
કદી ના કોઈનો ગુલામ રહ્યો
ને કદી કોઈનો બાદશાહ,
એ તો હંમેશ રહ્યો
મરજીનો માલિક,
છે ને અજબ આ સમય
ને છે ને ગજબ માયા આ સમય,
આંગણે આવે દોડી
ને પલમાં ભાગી જાય,
ના લાગે વાર રંક ને રાય
પલ માં વિફરે ને પલ માં રીજે,
એવી છે આ સમયની લાય !
