STORYMIRROR

Mayur Rathod

Romance Inspirational

4  

Mayur Rathod

Romance Inspirational

સમય

સમય

1 min
196

ભીતર હૈયે અજાણ્યો એક હુકમ છે,

આમ પણ અમાસ પછી જ પૂનમ છે,


ઈચ્છા તો હોય છે કામય તને પામવાની,

જો પામું તને શિરજોરી તો જુલમ છે,


નથી ચડતો મને નશો ચરસ, ગાંજાનો,

જોવું તને તો મનમાં સળગતી ચલમ છે,


તું ભલે રહે છે કાયમ દૂર મારાથી એમ,

અવાજ સાંભળી મળે રાહત, એ મલમ છે,


વગોવાયો છું હું આજે તારી શેરીઓમાં,

સમયના સમયાંતરે જે થાય એ અનુકૂલન છે,


'દુશ્મન' તારા હક્ક સિવાય નથી કોઈનો,

થાય જો 'દુશ્મન' કોઈનો તો અપશુકન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance