સમય વહી ગયો
સમય વહી ગયો
સમય વહી ગયો ને રહી ગયાં નિશાન અહીં,
ભૂત, ભવિષ્યને વર્તમાનનાં સંગાથે કંઈ,
દર્શાવે છે ઈતિહાસની હસ્તપ્રતો નકશા કંઈ,
મિટાવી દીધું કાળની થપાટે ઘણું બધું જગ મહીં,
સુખ-દુ:ખને તડકો- છાંયડો આવે જીવન મહીં,
પણ, લગાવી દેતું મરહમ સમયનું ચક્ર અહીં,
હરાવી ન શક્યું કોઈ એ કાળચક્ર ને ગતિ મહીં,
હોય ભલે પછી તે રાય કે રંક સરીખા સૌ અહીં,
સમય સમય ને માન છે કહેતા સૌ કોઈ અહીં,
નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ કહેતાં અહીં,
સમય છે બહુ બળવાન સમજ શાન મહીં,
બહુત બીતી રહી થોડી સખી જિંદગી અહીં !