સમય નથી
સમય નથી
મારા દિલની ધડકન આજે પણ તારા જ નામનું રટણ કરે છે,
છતાં તારા જ હા માં જવાબ મળતો નથી,
તારી વાણી વતઁન અને આંખોમાં મને મારા માટેની ચાહત દેખાય છે,
પણ તારા હોઠોથી કબૂલ કરવાનો તને સમય નથી,
મળ્યા છે તને અને મને સરખા જ કલાંકો છતાં,
મારા માટે વિચારવાનો તને સમય નથી,
છતાં તને યાદ કરતા, આંખો ભીની થઈ જાય છે,
ને તડપુ છું,તને જ જીવનસાથી બનાવવા પણ,
મારી વેદના સમજવાનો તને સમય નથી.
પણ જયાં નજર કરુ ત્યાં મને તારો જ ચહેરો દેખાય છે.
પણ તારી પાસે મને જોવાનો સમય નથી,
તું પણ મને ચાહે છે, એ મારો વહેમ નથી,
પણ મને સ્વીકારવાનો તને સમય નથી.
હું જાણુ છું કે તને પામવી એ મારી હેસીયત નથી,
પણ શું તું કહી શકીશ, કે તને મારા માટે પ઼ેમ નથી?
પ્રિય હજુ સમજી જા કારણ કે,
સમય ક્યારે કોનો બદલાઈ એ કોઈ જાણતું નથી.
જોજે કયાક એવો સમય ન આવે કી,
તને મારો પ઼ેમ સમજાય ત્યારે,
ખૂબ જ સમય વીતી ગયો હોય,
અને તને ચાહવા છતાં મારે મજબૂર થઈને કહેવુ પડે,
કે માફ કરજે હવે મારી પાસે સમય નથી.

