સમય હતો
સમય હતો
હતી પ્રથમ મુલાકાત જ્યારે મળવાનો એક સમય હતો,
નજર થામીને બેઠાં હતા પ્રેમના એકરારનો સમય હતો,
શરમાયેલા નયનોમાં તુજને નિહાળવા તત્પર તડપી હતી,
થમી ગયેલા શ્વાસમાં પ્રયણને ખીલવવાનો સમય હતો,
મરજીવા દરિયાના ખારાશ ભીતરમાં ડૂબકી લગાવે છે,
મોતીના મોલ પ્રણયના સપને નિહાળવાનો સમય હતો,
ખીલી જાણે પગરવની મોસમ વસંત ખીલ્યો ફોરમતો,
પ્રેમભરી યાદોમાં સુદબુધ ખોઈ રહેવાનો સમય હતો,
આકર્ષણ ઉમટયું જ્યારે ભાવેશ સાત ઝરૂખે નિહાળતી,
વર્ષો વિત્યા પ્રેમના અંકુર હૈયામાં સ્થાપવાનો સમય હતો.

