STORYMIRROR

Kalpesh Patel

Tragedy

3  

Kalpesh Patel

Tragedy

સમુદ્રમંથન

સમુદ્રમંથન

2 mins
615

જન્મે સાંપડેલ અને પછી ગુમાવેલ શરીરનું એકાદ અંગ વિના જીવી શકાય તેવડો માનવી હોંશિયાર ભલે બની ગયો, પણ તેને ગુમાવેલ આંગની ખોટ જીવનભર સાલે, તેવી જ રીતે પરદેશ રહેતા ભારતીયને વતનની ખોટ કાયમ માટે હેરાન કરતી હોય છે.

અમેરિકાના વિશાળ હાઉસના બેક યાર્ડ ડેક ઉપર બેઠા બેઠા આજે મને એક નવતર ચરિતર એવું તો શું સૂજયું ? કે આજે ખાલી કલમમાં, ધન લાલસાની શાહીના ખડિયા ભેળી થોડી સંવેદનાની શાહી ભેળવી લખાવા બેસતા, અજાણતા 'સમુદ્રમંથન' થઈ ગયું !

ગોંડલ છે ગામ, ત્યાં રણકે પટેલનો વ્યાપ,

સમુદ્રમંથનને (પરદેશગમન), ગણે અહીં પાટીદાર સૌ પાપ,

પટલાણી 'સુખી' વસે અહી ખમી કંથ 'ભિમા'નો તાપ,

છૈયા હતા 'છ', છોરી હતી 'ચાર' અને છોરું તેના અમાપ,

પેઢી તીજી હતી, અને હવે વ્યવહારે ભૂલી રહી’તી માપ,

ડોલરિએ દેશ જવા કજીયો કરે, 'નાનો' વાત 'ભિમા'ની કાપ 

દુ:ખી 'સુખી' મનાવે અ’ભિમા’ની કંથને કરો સમાધાનના જાપ,

જવાદો, ઇ સમજશે વતન-કુટુંબને, ખમશે ડોલરિએ કોઈ થાપ

ડોલરિએ વિત્યા ત્રીસ,નાનો ન્યા હતો એક છોરીનો બાપ 

ડોલરિએ ડીલે,રહી’તી ગોંડલની શેરીની અનેરી છાપ 

ઢગલા ડોલરની સહબી,કાનડાવી કરાવે રોજ ઘરઝુરાપ 

આંખયું બળે જાણે ગોંડલિયુ આંજયું, જોતાં છોરીના ફાગ-પાપ

ડોલરિએ બેઠો કેસૂડો શોધું, પણ અહી મેપલ–ચેરી રહ્યા અમાપ 

પૈડાં ખુરશીએ ઘસડાતી જિંદગી, રોજ યાદે રડાવે 'સુખી'માં ને બાપ

પડી ચુકી છે, 'ભારતીય' ચહેરા ઉપર ડોલરિયા સિક્કાની છાપ ( ડોલરિયો પાસપોર્ટ)

મન ખોળિયાંમાં ભારતનું વિહારે ગોંડલિયે હરરોજ કરી પ્રચ્યાતાપ 

કાયાથી લાવે 'એ' 'રાતરાણી' કે 'ડોલર' (મોગરો) વેઠી એકલતાનો તાપ 

ડોલરિયો શાલ –દુશાલા થઈ વીંટયાળ ગયો તોય નથી મૂકતો જપ 

હાથ જોડી વિનવે નાનો રોજ, ખમ્મા ઑ ડોલરિયા હવે તો છુટ્ટી આપ

સઘળું લઈ કમાઈને ભેગું કર્યું પણ તે મૂકવા કોઈ 'ઘર'તો આપ

આંખના એટલાન્ટીકના ખારા નીર ઠેકી વતન જવા કોઈક નાવડી આપ 

ભૂલ્યો માળીને જેને સિંચી વિસ્તાળ્યો સૂકો છોડવો, હતું તે મારૂ પાપ 

મૂળિયાં વગરની કાયા, કેટલી ટકે ઑ ડોલરિયા હવે તો સમજ આપ

બહુ થયું, કર્મ ભૂમિથી જન્મ ભૂમિ જવા ડોલરિયા તારો મોહ કાપ 

ગોંડલ છે ગામ, ત્યાં રણકતો હતો પટેલોનો વ્યાપ,

સમુદ્રમંથનને (પરદેશગમન),ગણતાં હતા સૌ સાચું પાપ,

મુગુટ ધરી માંથે પિંછું સફેદ એક,


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy