સમસ્યા
સમસ્યા
તું મારી સામે બેઠી છો,
હું તારી સામે બેઠો છું,
છતાં પણ એક બીજા બોલતા નથી,
આ તે કેવી આપણી સમસ્યા છે ?
તું મારા પ્રેમ માટે તડપે છે,
હું તારા પ્રેમ માટે તરસુ છું,
છતાં પણ પ્રેમ કરી શકતા નથી,
આ તે કેવી આપણી સમસ્યા છે ?
તું દિલનો તાલ મેળવે છે,
હું તારી ધડકન સાંભળું છું,
છતાં પણ દિલમાં ગમગીની છે
આ તે કેવી આપણી સમસ્યા છે ?
તું મારી પાસે રહેવા ઈચ્છે છે,
હું તુજને દિલમાં સમાવવા આતુર છું,
છતાં પણ અંતર દૂર થતું નથી,
આ તે કેવી આપણી સમસ્યા છે ?
તું સમસ્યા હલ કરવા આતુર છે,
હું તુજને સાથ આપવા તૈયાર છું
છતાં પણ શરૂઆત થતી નથી "મુરલી",
આ તે કેવી આપણી સમસ્યા છે ?

