સ્મશાન માટેના પુષ્પગુચ્છ ઉર્ફે
સ્મશાન માટેના પુષ્પગુચ્છ ઉર્ફે
જીવતરની ખોટી દોડાદોડી બાજુ એ રાખ, આખર તો થવાનુ છે સ્મશાન મા "રાખ",
ગમે તેટલુ દોડ, કર ગમે તેટલી કટકી, જરા યાદ રાખજે સ્મશાનની મટકી,
ગમે તેવી હોય આન, બાન અને શાન, આખરી ઠેકાણુ તો બની રહેશે સ્મશાન,
કાઢી નાખ મગજમાં ભરેલ રાઇ, યાદ રાખ સ્મશાનમાં મળદા બાળવા માટે વપરાતી રાઇ,
અરથી આપણને સમજાવે જીવન કેરો અર્થ, સદ્કાર્યો સિવાય જીવનમાં બધુ છે વ્યર્થ,
ગમે તેટલી કરી લ્યો જિંદગીમાં યાત્રા, પણ સૌથી આખરી છે જીવનમાં સ્મશાનયાત્રા,
ભારથી હોય કે હોય મહારથી, અરથી મા થઇ જાય સમાનાર્થી,
ગમે તેવા નામી હોય કે અનામી, અંતે તો સ્મશાનની નનામી,
સ્મશાન વૈરાગ્ય હોય છે અલગારી, પછી પાછી શરુ એ જ દુનિયાદારી !
