સ્મરણાંજલિ - 9
સ્મરણાંજલિ - 9
લાન્ઝા દેલ વાસ્તો
(ગંગોત્રીની યાત્રા કરનાર ઈટાલીના યાત્રી)
જન્મ. -/-/૧૯૦૧ મૃત્યુ- પ/૧/૧૯૮૧
ફરતા નીકળ્યો જાણે દેવનો ઝુમાસ્તો,
ઈટાલીમાં જન્મેલા એ લાન્ઝા દેલ વાસ્તો,
કવિ હતા, હતા શિલ્પી ને ચિત્રકાર,
તત્ત્વજ્ઞાની, ફિલસુફી ને હતા સંગીતકાર,
પડછંદ, ગોરો દેહ, નમણા નાકનો સાથ,
જાણે હતા તેઓ ઉપર દેવના ચારે હાથ,
જીવનમાં રહસ્યનો મેળવવા તાગ,
દુનિયા ઘૂમે છોડી સુખનો અનુરાગ,
હિમાલયમાં જઈ ગંગોત્રીની યાત્રા કરી,
વિનોબાને મળવા તેઓ ભારત આવ્યા ફરી.
