સ્મરણ
સ્મરણ
સ્મરણ આ ભીનું ભીનું છે,
વરસતી મોસમને પીધેલું છે.
છે હજી પણ ભીનાશ ભારી,
હૈયે આ સ્નેહથી લીપેલું છે.
ને નથી એ હવે તો શું થયું?
જતનથી લીલાશ વાવેલું છે.
આ સ્મરણ થકી છે અજવાસ,
ને આતમે ફાનસ હજી પુરેલું છે.
જીવી જવાશે આ અઢળક યાદે,
"એ કહું છું તમને" હૈયે બીડેલુ છે.