સમણાં તૂટે છે
સમણાં તૂટે છે
કોઈ એવા કાળે સમણાં તૂટે છે,
કોઈ ખોટા ચાળે સમણાં તૂટે છે.
જ્યાં બેસીને જોયાં’તાં હોંશે-હોંશે,
એ મઘમઘતી પાળે સમણાં તૂટે છે.
લપસી-લપસીને જ્યાં આનંદે ઝૂમ્યાં,
એવા સુંદર ઢાળે સમણાં તૂટે છે.
જેની સાથે તો હાલક-ડોલક થાતાં,
એવી ઢળતી ડાળે સમણાં તૂટે છે.
કડવી વાતોની આદત ના હો’ ’સાગર’,
ત્યારે મીઠી ગાળે સમણાં તૂટે છે.
