STORYMIRROR

Bhairvi Maniyar

Fantasy

4  

Bhairvi Maniyar

Fantasy

સમંદર કાંઠે સંધ્યા

સમંદર કાંઠે સંધ્યા

1 min
238

સમંદર કાંઠે બેઠાં બેઠાં સુંદર સાંજ માણતાં'તાં,

ખજૂરી ને દરિયાનાં મોજાં, હિલોળા લેતાં'તાં,


કિનારે દીવાદાંડી સમા, મિનારા ખજૂરી તણાં, 

દીવાદાંડી બની જાતાં, તટે તરુવર હરખાતાં,


મીન હોય કે હોય દરિયા, બેઉ હિલોળા લેતાં,

ન મીન છૂએ કિનારા, ન જલધિ મૂકે માઝા,


સંધ્યાટાણું થઈ જાતાં, સૂરજ ક્ષિતિજે જાતાં, 

ઊંચા ઊંચા ઉછળે મોજાં, ચાંદાને આવકારતાં,


સમંદરકાંઠે સૌ માણતાં, સંધ્યા તણી સુંદરતા,

મીન, ખજૂરી, માનવ સૌ પામે જીવનની ધન્યતા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy