STORYMIRROR

Panchal Bhoomika

Tragedy Inspirational

4  

Panchal Bhoomika

Tragedy Inspirational

સમજવું અઘરું છે !

સમજવું અઘરું છે !

1 min
519

વણ કહેવાતી વાત સમજવાનું અઘરું છે,

કહીને અણગમતા થવાનું એ અઘરું છે,


આકાશ છે આજે ઘનઘોર કાળું ડીબાંગ 

પવનના પ્રવાહમાં વરસવાનું અઘરું છે,


ધરતી રડી રહી છે યાદમાં પણ કહેવું અઘરું છે,

આંધીનું રમખાણ રોકાશે કયારે તે કહેવું અઘરું છે,


મનનાં ઝંઝાવાત તો ચાલ્યાં જ કરશે,

પણ રોકાઈ જશે ક્યારે ? તે કહેવું અઘરું છે, 


આ હસતાં ચેહરા દેખી ના ભરમાશો,

અંદરના આઘાત સમજવાનું અઘરું છે, 


જીંદગીમાં કોઈ સમજે, કોઈ સમજાવે !

કોઈ રડે, કોઈ દુઃખ છુપાવે, કોઈ બતાવે,


એવાં શબ્દોની જંજાળમાંથી બહાર નીકળવું, અઘરું છે પણ મુશ્કેલ તો નથી જ !!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy