STORYMIRROR

Panchal Bhoomika

Others

4  

Panchal Bhoomika

Others

એક મુલાકાત

એક મુલાકાત

1 min
442

જીવવા માટે કરવી છે એકવાર મુલાકાત,

પછી આંખો બંધ થઇ જાય તો પરવાહ નથી,


થઇ જવું છે પ્રેમ રૂપી નાવમાં સવાર 

પછી ડૂબી જવાય તો પરવાહ નથી, 


માની લીધી છે મનથી તને પોતાની, 

હવે દુનિયા ના માને તો પણ પરવાહ નથી, 


દુનિયા તો બધું જ કેહશે એ કામ જ છે તેનું, 

હવે તેની નિંદા ની કોઈ પરવાહ નથી, 


જીવનરૂપી દરિયામાં ભરતી-ઓટ તો આવ્યા જ કરે, 

સુનામી આવે તો તેની કોઈ પરવાહ નથી,


જીવન તો ચાલે છે ધીમી ગતિએ, 

પણ રોકાઈ જશે તો એની કોઈ પરવાહ નથી, 


ભગવાને પણ ફુરસતથી લખી હશે આ મુલાકાતને, 

હવે ભગવાન પણ ભૂલી જાય તો કોઈ પરવાહ નથી, 


બનાવી દેવી છે આ મુલાકાતને સ્વર્ગ જેવી, 

હવે સ્વર્ગમાં પણ જગ્યા ના મળે આ જીવને,

તો કોઈ પરવાહ નથી !


Rate this content
Log in