STORYMIRROR

Panchal Bhoomika

Romance Others

3  

Panchal Bhoomika

Romance Others

એક એહસાસ

એક એહસાસ

1 min
363

જીંદગી એક રસ્તો બની ગઈ છે,

જવું છે કયાં તેની ખબર નથી !

શોધું છું દરેક રસ્તામાં.


કયાંક એ રસ્તો મળી જાય, જે તારા તરફ લઇ જાય,

દુનિયા એ રસ્તે મને જવા દેતી નથી,

લોકો મુજને તારો પ્રેમ પામવા દેતાં નથી.


તારા લખેલાં  કાગળો મારી પાસે, લોકો પહોચવા દેતા નથી,

કાગળોની તકતી પર લખી દીધી છે દિલની વેદનાં,

એજ કાગળો તારા સુધી પહોચવા દેતા નથી.


જીંદગીથી હારીને ઝેર પીનારને બચાવા દોડી જાય છે લોકો,

પણ જીવવા ઈચ્છનારને જીવવા દેતા નથી,

 હજી તો પૂરું વિશ્વ જીતવાનું બાકી છે.


છતાં પણ કંઈક ખૂટે છે મારી કલમમાં,

સમજાતું નથી કઈ રીતે ઉતારવો આ જીંદગીનો નશો, 

નજાકત જીંદગીની સમજવી અઘરી છે


જીંદગીની અફરાતફરીમાં હજી પણ રસ્તો તારો જ દેખાય છે,

પણ અફસોસ એ તારા સુધી પહોંચતો નથી,

દુનિયા આને  જ કેહવાય, એ શા માટે કોઈ સમજવા તૈયાર નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance