STORYMIRROR

Panchal Bhoomika

Romance Inspirational

4  

Panchal Bhoomika

Romance Inspirational

તું એટલે

તું એટલે

1 min
558

તું એટલે મારી જિંદગીની એ તારીખો,

જેને યાદ કરીને રડવાની મને રોજ ઈચ્છા થાય.


તું એટલે મારી જિંદગીનો એ સમય 

જેમાં ભૂતકાળમાં પાછા જવાની મને રોજ ઈચ્છા થાય.


તું એટલે મારી જીંદગીનો એ સુંદર એહસાસ, 

જેને હું આખી જિંદગી તને પામ્યા વગર જ માણી શકું. 


તું એટલે મારાં જીવનનું એ ઝરણું કે જે,

દરેક ઋતુમાં મારાં દિલમાં વહેતુ જ રહે. 


તું એટલે મારાં ગુલાબી હોઠોં પરનું સ્મિત

કે જે મને રોજ તારી યાદો સાથે રમતા કરી દે. 


તું એટલે મારી યાદોનો ખજાનો 

જેના લૂંટાઈ જવાનો ડર મને સતત સતાવ્યા કરે 


તું એટલે મારી જિંદગીની એ પળો, 

જેમાં મેં મારી જાતને તારી નજરથી નિહાળી છે. 



Rate this content
Log in

Similar gujarati poem from Romance