Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Comedy Drama Tragedy

3  

Vrajlal Sapovadia

Comedy Drama Tragedy

સમજણ

સમજણ

1 min
233


સમજાય નહીં તે તો સમજ્યા 

સમજાવે ને ન સમજે તે ય સમજ્યા 

સમજવું જ નથી એવા જીતે તે ન સમજાયું,


કોરોના રોગ છે તે તો સમજ્યા 

કોરોના વિષાણુથી ફેલાય તે ય સમજ્યા 

મેળાવડા કરીને ફેલાવ્યો કેમ એ ન સમજાયું,


વિષાણુ કોઈના કહ્યામાં નથી તે તો સમજ્યા 

ફેલાવો રોકવા કર્ફ્યુ નાખ્યો તે ય સમજ્યા 

પછી શેકવા રોટલા ઠેર ઠેર લાઈનો કરી એ ન સમજાયું,


કચેરીમાં માસ્ક પહેર્યું તે તો સમજ્યા 

ટી વી પ્રસારણમાં માસ્ક પહેર્યું તે ય સમજ્યા 

મેદની વગર માસ્કથી કરી એ ન સમજાયું,


ફોટા પડાવવામાં માસ્ક પહેર્યું તે તો સમજ્યા 

સભા ગજવવા ન પહેર્યું માસ્ક તે ય સમજ્યા 

એકલ દોકલને વગર માસ્કમાં દંડ્યા એ ન સમજાયું,


સમજાય નહીં તે તો સમજ્યા 

આટલા બધાંને ન સમજાય તે ય સમજ્યા 

પણ આટલો વખત ન સમજાયું એ ન સમજાયું.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy