સ્મિતભર્યા એ ચહેરા
સ્મિતભર્યા એ ચહેરા
સ્મિતભર્યા એ ચહેરાનો એનો ઈજારો,
દીવાલે ટીંગાવેલ ખૂબસુરત તસ્વીરમાં...
એકીટશે.. જોઇ જ રહ્યો,
શું કહું?... કોના માટે કહું?... કોને કહું?....
અવાચક.. ડૂમો ભરાયો,
નિઃશબ્દ... આંસુડાની.. ધારે.. ધારે.. જ..
આમ, અચાનક જ તેં આંખ મીંચી ને...
જોત જોતામાં જ મઢાઈ ગઈ ફ્રેમમાં..
હાસ્યનો ફુવારો બની આવી'તી જિંદગીમાં ને..
એકલાને રડતો મૂકી પરમાર્થ પંથે પરહરી..
ખબર પડતાં પહેલાજ.
પેલું ટીક ટીક કરતુ તારી તસ્વીર બાજુનુંજ ઘડિયાળ.
કાનફુસીયા કરતાં કહેવા લાગ્યું કે.. સમયને ઘણું સમજાવ્યો પણ ના માન્યો... કે.
ના થંભ્યો તમારા સથવારા કાજ આજ કેરી રાત.
હતી એક બીજાની હૂંફ ને,
સ્મિતભર્યા હાસ્યના બન્ને ના ચહેરાની ભાત.. કેવી! મજાની.. મનોરમ્ય ને મીઠી મધુરી યાદ..
હરીભરી જિંદગીને જાણી હતી ને માણી પણ હતી.
કુદરતનો ક્રમ છે ને કે ખૂબ સ્મિત ને હાસ્ય હોય ત્યાં રુદન પણ હોય.
સમય ક્યાં કોઈનોય ઝાલ્યો ઝલાય છે !
બસ.. હવે તો...
કાળજાને કઠણ કરી હૈયામાં હામ રાખી પ્રિયતમાના સ્મિત ભર્યા ની સાથે જીવતર જીવી લો..
સમયે સમયે ને પળે પળે યાદ આવશે જ..
એનું સ્મિતભર્યું હાસ્ય ને ચહેરાને છાતીએ વળગાડીને જીવો....
તારા સ્મિતભર્યા ચહેરાને ને હાસ્યના હિલોળાને લાખ લાખ સલામ.
