સ્મિત રમતું
સ્મિત રમતું
વ્હાલ.. વ્હાલમાં ને વાત વાતમાં,
મન મૂકીને હૈયે ઝરતું,
પ્રીત તણું આ સ્મિત રમતું,
આવકારના પડછાયાને વળતું,
વાટ જોતા મનને પૂછતું,
પ્રેમતણું આ સ્મિત રમતું,
વૃક્ષતણી ડાળી પર જાણે પુષ્પ ખીલતું,
મુક્ત ગગનમાં વિહાર કરતું,
સ્વપ્નતણું આ સ્મિત રમતું,
હાસ્યભર્યા દરબાર આવી નર્તન કરતું,
એકબીજાને હસતા જોતા,
મુખ પર કેવુ સ્મિત રમતું.