સમાજ
સમાજ
થાય છે કે આ સમાજ બદલી દવ,
રીત બદલુ, રીવાજ બદલી દવ.
ખોટા રિવાજોની હારમાળા બદલી દવ,
ધર્મના નામે ચાલતા આ ધતિંગ બદલી દવ.
મરણ પછીની ખોટી ઉત્તર ક્રિયા બદલી દવ,
બારમા, તેરમાના નામનો જમણવાર બદલી દવ.
કાલની વાત કાલ પર છોડી,
આજને આજ, આજ બદલી દવ.
લગ્નમાં ચાલતા ખોટા વ્યવહાર બદલી દવ,
દહેજના નામે ચાલતો વેપાર બદલી દવ.
ભાવના આ દંભી સમાજનો દંભ બદલી દવ,
કર્મકાંડના નામે ચાલતો વેપાર બદલી દવ.
