સમાધાન.
સમાધાન.
અહીં રોજ જાત સાથે સમાધાન કરીને જીવવું પડે છે,
સમય અને સંજોગ માણસને ધીમે ધીમે પછી ઘડે છે,
ઇચ્છા મુજબ બધાને જીવનમાં સઘળું કદી મળતું નથી,
સમજી લે જે આ વાત એ પછી દુ:ખી થઇને ના રડે છે,
હર કદમ આવશે અડચણો પણ હિંમતથી પાર થશે,
હોય ઇરાદા મજબુત એને હિમાલય પણ ક્યાં નડે છે !
જૂઠી માન્યતાઓની કેદમાં રહીને જે જીવન જીવશે,
પોતાનાજ વિચારોની કેદમા પછી એ રોજ સડે છે.
કુટુંબમાં પણ થાય કંકાશ કલેહ અણસમજથી જ્યારે,
વડીલો કહેતા આવ્યા વાસણ હોય એ રોજ ખખડે છે.
