સ્કવેર-ફૂટની કેદ
સ્કવેર-ફૂટની કેદ


મોબાઈલના અલાર્મથી
અહીં જિંદગીનો દિવસ
સ્વીચ-ઓન થાય છે,
લુસ-લુસ શિરામણ,
'ને ફટાફટ ટિફિન
પેક થાય છે,
નોકરી-ધંધે
જવા, 'ને જઈને
ટકવા કાવાદાવા
દરેક થાય છે,
કૈંક આમ જ શરુ
અહીં સૌની
દોડ થાય છે,
ડગલે-પગલે
ગળાકાપ સ્પર્ધા
'ને હોડ થાય છે,
વૉટ્સઅપ-ફેસબુક પર
ગુડ-નાઈટ પોસ્ટથી
સ્વીચ-ઓફ થાય છે!
કોપી-પેસ્ટ-ફોરવર્ડ ને
કર્યું "શેર" કહે છે,
કડવા ઓસડ ને
હળાહળ ઝેર કહે છે,
સ્કવેર ફૂટમાં કેદ છે
જિંદગી અને
લોકો તેને
"શહેર" કહે છે.