STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama

સક્કરબાર-રણમલ લાખો

સક્કરબાર-રણમલ લાખો

1 min
562


રણમલ લાખો વહારે આવ્યો, સક્કરબારની વહારે રે,

મધદરિયે લાજ રાખી, રણમલે "રણમલ લાખો"દઈ રે,


અરબોજી નાટક પાર પાડે, વહાણ હાટુ રે લોલ,

સલેમાન હાર માને, નાખુદો ઢીલો પડ્યો રે લોલ,


રણમલ શેઠ આબરુ ખોશે, જગત સત નહીં જાણે રે,

એકવીસ છોડીયુ સચવાશે, રણમલ લાખોજ જાણે રે,


"રણછોડરાય"ને સોંપી મધદરિયે, સક્કરબારે રે લોલ,

રુખી, તિરકમ ભરી બંદુક, રણમલ હામે ધરતા રે લોલ,


ભીમાજી, નાથાજી પાર પાડે, સઘળું નાટક રે લોલ,

દિલથી આભાર મનોમન માન્યો, સક્કરબારે રે લોલ,


હ્રદયથી કેદ થયો"સાગર"સમો, રણમલ લાખો રે લોલ,

ઝાઝેરા જુહારે સક્કરબાર નીકળ્યા, લાજુ રાખવા રે લોલ.


(રણમલ લાખો સક્કરબારની વાહ રે મધદરિયે આવે છે તે પરથી લખેલ સ્વરચિત ગીત...આભાર સહ ગુણવંતરાય આચાર્યની સક્કરબાર નવલકથા )


Rate this content
Log in

Similar gujarati poem from Drama