Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Comedy Drama Tragedy

4.1  

Zalak bhatt

Comedy Drama Tragedy

સીધી વાત

સીધી વાત

1 min
58


આડી નહીં, ઊભી નહીં, કીધી અમે સીધી વાત છે

માની નહીં, ના સાંભળી, કીધી તમે ફરિયાદ છે !


ચાલ્યાં ગયાં, ઊભા નહીં, આજે મને હજી યાદ છે

આંખો થકી આપ અળગા થયાં, હૈયે હજુ આઘાત છે,


દિવસો ગયાં, રાતો ગઈ, પણ આજ એ ઘડી યાદ છે

હાથે ઘડી એજ પહેરેલ છે, મારી દીધી છડી યાદ છે ?


ઘાત સહ્યા આઘાત સહ્યા, થઈ લાગણી બરબાદ છે

આવી તમે ને જો બોલશો, તો બાદમાં શું વિવાદ છે ?


થોડાં રુકો, થોડાં ઝૂકો, તો જિંદગી આહલાદ છે

શાને ધર્યા આ બાળક સમાં, આપે હજુ લે,વાદ છે ?


આ આયને સામા મળ્યાં, તળમાં પડી ઘણી યાદ છે

સાસુ મે’લો, સસરા મેં’લો, તમને તમારો ધણી યાદ છે?


કાલ સુધી એ થાણે હતો, આજે હવે એ નડિયાદ છે

આપે મુને ભૂલ્યો ભલે, મારે પડી ઘણી યાદ છે,


લે’તાં આવજો સાથ જરી, અમિતાભની ઘડી યાદ છે ?

આવો,જરાં ન આવે ફરી ,મન માં પડી ઘણી યાદ છે,


આઝાદ મન એ શું જાણી શકે? જેનું જીવન મરજાદ છે !

માની નહીં, ના સાંભળી, કીધી તમે ફરિયાદ છે,

આડી નહીં, ઊભી નહીં, કીધી અમે સીધી વાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy