સિદ્ધિ શિખર
સિદ્ધિ શિખર
લક્ષ નક્કી એતો સર્વોત્તમ સિદ્ધિશિખર સર કરવા છે,
છો આવે વિપદા જો લાખો પણ ઊંચે ડગ કરવા છે,
તપતા સૂરજ ઑકે આગ ઘણી, તોયે પ્હાડે ચઢતાં,
ના રાત 'દિ જોવાં, ધ્યેયે જાવા શિર ઊંચા કરવા છે,
નિશ્ચય દોર જ મજબૂતી શી, જે પ્હોંચાડે મારગમાં
મન હોં તો માળવે પ્હોંચાયે,એ જંગ જ સર કરવા છે,
ટોચ હવે પ્હોંચી હાથે સૂરજ અજવાળાં જો ભરતાં,
તેજ ક્ષિતિજ ઝગતાં પરમાનંદે ઉન્નત જગ કરવા છે,
તેજ ઉછીના સૂરજથી લઈને, વિક્રમ સિદ્ધ જ કરતાં
જ્યોતિર્મય હોઈ તિમિર દૂર કરી જગ દર્શક કરવા છે.
