શ્વાસ
શ્વાસ


આયખું પૂરું થવા ને જાય છે,
તેમ શ્વાસોની રમત સમજાય છે.
ડૂબકી મારો અશ્રુના કુંડમાં,
ડૂસકાંને ડુમાઓ પડઘાય છે.
સાહિબીને પામવાનો લોભ છે,
"બહુ થયું ભૈ" એવું ક્યાં કહેવાય છે?
લાગણીઓ જડભરત થઈ સર્વની,
ભાવભીના લોકો ક્યાં દેખાય છે?
ઝેર પીવે છે ઘણા જીવો અહીં,
મોત સુધી તોય ક્યાં પહોંચાય છે?