શ્વાસ
શ્વાસ
પવિત્ર પ્રેમનું ઝરણું નિરંતર વહ્યાં કરે,
મુજ જીવનમાં શાંતિનું કિરણ પાથર્યા કરે.
સત્પદીના સાત ફેરે બંધાયા અમે પ્રેમથી,
સહજીવનનાં અમીરસનું રસપાન કર્યા કરે.
નથી કોઈ વાદ વિવાદ કે ઝગડામાં પડવું,
મધુર વાણીનાં મીઠા બોલ કાયમ ઝર્યા કરે.
તમારાં પગલામાં પગલાં મૂકીને અહીં આવી,
ઉંચી ઉડાનનાં સપનાઓ આંખોમાં ભર્યા કરે.
હાથોમાં હાથ પકડી ઘણું ભમ્યાં અમે,
સંસારની કાંટાળી કેડી પર ચાલ્યાં અમે.
બે ધડકતા દિલનાં શ્વાસની ધડકન તો જુઓ,
એકબીજાનાં વિશ્વાસે અવિરત ધડક્યા કરે.
"સખી" ગોદમાં રાખી માથું જોયાં કરું તમને,
તમારાં ગોરા ગાલનું ખંજન મને મોહ્યાં કરે.

