STORYMIRROR

Kalpesh Vyas

Drama Thriller

4  

Kalpesh Vyas

Drama Thriller

શું થશે જ્યારે મારી યાદ આવશે?

શું થશે જ્યારે મારી યાદ આવશે?

1 min
204

શું થશે જ્યારે મારી યાદ આવશે ?

તમ કોરી આંખો સજળ થઈ જશે,

'ને ખારા પાણીનો વરસાદ આવશે ?

તમ કોમળ મન સદૃઢ થઈ જશે,

કે એકલાપણામાં ડર સાદ આપશે?


શું થશે જ્યારે મારી યાદ આવશે ?

તમ હોઠ પર ફરીયાદ આવી જશે,

કે ફરી ફરીને તમને મારી યાદ આવશે?

શું તમરા મુખે મુસ્કાન આવી જશે,

કે મન સાદ આપીને મને બોલાવશે?


શું થશે જ્યારે મારી યાદ આવશે ?

એકાંતની સ્થિતિમાં તમને ફાવી જશે,

કે એકલાપણાની પરિસ્થિતિ સતાવશે?

શું મુખમાં મનની વાત આવી જશે,

કે પછી તમને તમારું જ મૌન સતાવશે?


શું થશે જ્યારે મારી યાદ આવશે ?

તમામ કામમાં તમારું મન લાગશે,

કે ફરી યાદ આવીને તમને સતાવશે?

ભરી મહેફિલમાં સુનું સુનું લાગશે,

કે કોઈક વર્ણનમાં મારી યાદ આવશે?



Rate this content
Log in

Similar gujarati poem from Drama