શું પ્રેમ હતો એ પણ
શું પ્રેમ હતો એ પણ
શું પ્રેમ હતો એ પણ,
અહીં કૃષ્ણની વાંસળીથી નીકળતો સૂર હતો,
અને ત્યાં રાધાને એની વેદનાનો અનુભવ થતો હતો.
શું પ્રેમ હતો એ પણ,
અહીં દ્વારકામાં રહેતાં કૃષ્ણ ઉદાસ થતાં હતા,
અને ત્યાં પેલી રાધા ને ગોકુળમાં એનો અનુભવ થતો હતો.
શું પ્રેમ હતો એ પણ,
અહીં કુરુક્ષેત્રમાં કૃષ્ણ એ શંખ ફૂંક્યો હતો,
અને ત્યાં રાધાને એની પીડાનો અનુભવ થતો હતો.
શું પ્રેમ હતો એ પણ,
અહીં આંખ કૃષ્ણ ની ભીંજાતી હતી ,
અને ત્યાં પેલી રાધા ને એની આંખો મા ભીનાશ નો અનુભવ થતો હતો.
શું પ્રેમ હતો એ પણ,
અહીં યાદવસ્થળ પર કૃષ્ણ અંતિમ પ્રયાણ કરી રહ્યા હતા,
અને ત્યાં રાધાને એની એકલતાનો અનુભવ થતો હતો.
શું પ્રેમ હતો એ પણ,
અહીં અંતિમ પ્રયાણ માટે પણ સ્વયં ઈશ્વરને બાંધીને રાખ્યા હતા.
અને એ રાધા હતી કે જેને મળ્યા બાદ જ ખુદ કૃષ્ણ એ અંતિમ પ્રયાણ કર્યું હતું.

