STORYMIRROR

Masum Modasvi

Classics Romance

2  

Masum Modasvi

Classics Romance

શું કરું..

શું કરું..

1 min
13.3K


ફગાવી બધી માંગણી શું કરું, 

બતાવી હતી લાગણી શું કરું. 

ઉમીદો જગાવી હ્રદય ચાહની,

તમન્ના પડી સાંકડી શું કરું. 

સહારે સહારે સફર આદરી,

છલકતી રહી આંખડી શું કરું. 

બનાવો સમયના ભયાનક હતાં, 

કસોટી બની આખરી શું કરું. 

ચહેલા વફાના તકાજા છતાં, 

સજાઓ મળી આકરી શું કરું. 

કહો કેમ તેને ગણું આપણા 

જફાઓ સખત વિસ્તરી શું કરું. 

વિરહની લગી આંચ માસૂમ સહી,

તમાશો બની જિંદગી શું કરું. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics