STORYMIRROR

BINAL PATEL

Drama Thriller

3  

BINAL PATEL

Drama Thriller

શું કરું?

શું કરું?

1 min
11K




ઉમ્મીદની કિરણ દેખાય પછી, અમાસ આવે તો હું શું કરું?

ભરોસાની ભીંત પર કયારેક, ઉધઈ ઘર કરે તો હું શું કરું?


સમયની રાહમાં કયારેક રાહ, બદલાય તો હું શું કરું?

ધીરજની ધજા જયારે પવન સાથે, ધ્રુજી જાય ત્યારે હું શું કરું?


સપનાની સોનપરી જયારે સંતાઈ જાય ત્યારે હું શું કરું?

દૃઢ નિશ્ચય હોય છતાં કાળા માથાનો માનવી છું,

કયારેક અકાળ સમુદ્ર સમા જીવનમાં નાવડી હાલક-ડોલક થાય તો હું શું કરું?


હોય અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ખુદમાં ને પ્રભુમાં છતાં,

કયારેક કાંટાભરી ડગરમાં આંસુઓની અમીધારા વહી જાય એમાં હું શું કરું?

જ્ઞાન ઘણું છે પરંતુ જ્ઞાની કયારેક અટવાઈ જાય તો શું કરું?"


Rate this content
Log in

Similar gujarati poem from Drama