શું એ મારો છે ?
શું એ મારો છે ?
હું તારો છું અને તારો જ રહીશ,
આવું એણે કહ્યું હતું,
એકવાર નહીં અને અનેકવાર કહ્યું હતું,
પાગલ, હું તારો છું.
પ્રેમની હદ માં, એની બેહદમાં,
હા,એ મારો હતો,
અને મારો જ રહેશે તેની ખાતરી હતી,
તો શા માટે ?
હોઠે કવિતા, હાથે કલમ, આંખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.

