શું અટક્યું
શું અટક્યું
જીવનનાં સંગીતને આ શું અટક્યું ?
કેમ ચહેકતું પંખી ગાતું અટક્યું !
સંગીતનો એક તાર શું અટક્યો ?
અવાજની ખામોશી શું અટકી !
નયનોમાં પ્યાર શું અટક્યો ?
દિલની તસ્વીર શું અટકી !
યાદોમાં મહેફિલ શું અટકી ?
આંખોથી અશ્રુ શું અટક્યા !
સાજ વિના અવાજ શું અટક્યો ?
મૌનની પરિભાષા શું અટકી !
