Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Abstract

4.0  

Rajeshri Patel

Abstract

શ્રમિકની વ્યથા

શ્રમિકની વ્યથા

1 min
210


સૂર્યની પણ પહેલા ખૂલી જતી આંખ,

ભટકે અહીં - તહીં બે ટંક રોટી કાજ,

કરતા સહન વરસાદ, ટાઢ ને તડકો,

છોડી અટુલા બાળ કરતા કાળી મજૂરી,


નહીં ચપ્પલ પણ પગમાં નસીબ,

નહીં વિચારતા તો પણ હરામની કમાણી,

મળે જો એક કણની પણ સફળતા,

જીવી લેતા ખુશી ખુશી પૂરી જિંદગી,


આધિ - વ્યાધિ બધું પડતું એના જ ગળે,

છતાં સહી લેતા સમજી ઈશ્વરની મરજી,

લઇ ખંભે બોજ વહાવે ખૂન - પસીનો,

જીવતા સ્વમાનભેર ખુદના દમ પર,


બનતી ચટાઈ રાતે ખુદ જ ધરતી,

બનતો ધાબળો તો ખુદ જ આકાશ,

સૂઈ જતા મીઠી ગાઢ નિંદ્રામાં,

લૂંટતા વધુ ખુશી આ નાની દુનિયામાં,


ના મોંધા શોખ, ના મોટા સ્વપ્ન,

જે મળ્યું એમાં જ માની લેતા સંતોષ,

ના કરતા શિકાયત ક્યારેય ઈશ્વરને,

કાશ! હું પણ જનમ્યો હોત ધનવાન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract