શ્રધ્ધાંજલી
શ્રધ્ધાંજલી
શહીદોને શ્રધ્ધાંજલી આપતાં આંખ છલકાય છે,
આજેય એ વિસ્ફોટના અવાજો કાને અથડાય છે,
સામી છાતીએ લડવાની ક્યાં હિંમત હતી દુશ્મનોમાં,
દગાથી કરેલી તબાહી પુલાવામાં આજેય પડઘાય છે,
કેટલી માતાઓએ એનો લાલ ગુમાવ્યો પલવારમાં,
કેટલી ભામિનીઓના સેથીના સિંદુર ખરડાય છે,
વળતો જવાબ આપી દીધો આપણા વીર જવાનોએ,
આજ હિંદમાતા એની બહાદુરીથી જોને હરખાય છે,
સો સો સલામ છે ભારતમાતાના એ વીર શહીદોને,
ધન્ય છે એ મા-બાપને પુત્રની શહીદીથી ના ગભરાય છે.